નિર્મલા સીતારમણની પુત્રીના ઘરમાં જ એકદમ સાદાઈથી કરાવ્યાં લગ્ન, કોઈ નેતા કે VIPને આમંત્રણ નહીં.!

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની પુત્રી પરકલા વાંગમયીના સાદગી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની વિધિ બેંગલુરુમાં તેમના ઘરે થઈ હતી.

New Update
નિર્મલા સીતારમણની પુત્રીના ઘરમાં જ એકદમ સાદાઈથી કરાવ્યાં લગ્ન, કોઈ નેતા કે VIPને આમંત્રણ નહીં.!

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની પુત્રી પરકલા વાંગમયીના સાદગી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની વિધિ બેંગલુરુમાં તેમના ઘરે થઈ હતી. લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને ખાસ મિત્રોએ જ હાજરી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નમાં કોઈ નેતા કે VIP ગેસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. સીતારમણના જમાઈ પ્રતિક દોશી ગુજરાતના રહેવાસી છે. તેઓ PMOમાં OSD છે. સીતારમણની પુત્રી પરકલા અને પ્રતીકના લગ્ન બ્રાહ્મણ પરંપરાથી થયા હતા. ઉડુપી અદમારુ મઠના સંતોએ દંપતીને આશીર્વાદ આપ્યા અને લગ્નની તમામ વિધિઓ કરી. પરકાલાએ લગ્ન માટે ગુલાબી સાડી અને લીલા રંગનું બ્લાઉઝ પહેર્યું હતું, જ્યારે પ્રતીકે સફેદ પંચા અને શાલ પહેરી હતી. સીતારમણે મોલાકલમુરુ સાડી પહેરી હતી.