New Update
/connect-gujarat/media/post_banners/21fb12ca4a061de6256724eab71435ac9fe1682512ad7cd5650152a1b2434dd1.webp)
કેન્દ્રની મોદી સરકાર મંગળવારે સંસદમાં પોતાની વિરુદ્ધ બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે. પરંતુ આ દરમિયાન તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રહેશે, જેઓ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચામાં ભાગ લેશે. તે જેવું રસપ્રદ રહેશે કે રાહુલ ગાંધી મણિપુર હિંસાને લઈને સંસદમાં શું કહે છે. તેઓ હિંસાગ્રસ્ત રાજ્યની જુલાઈમાં મુલાકાત પણ લઈ ચૂક્યા છે. કેન્દ્રની મોદી સરકારની વિરુદ્ધ 2018માં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતા. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અચાનક પીએમ મોદી પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા હતા.