New Update
/connect-gujarat/media/post_banners/ec17b2591ab6b4143cc7edd7853f4dda99131a0501629382240dc0ed29212452.webp)
મણિપુર હિંસા પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યાથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના અવિશ્વાસ પ્રસ્તાવ પર 35 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે મણિપુરથી લઈને વિદેશ નીતિ સુધી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાને સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર, મણિપુરમાં નિષ્ફળ ગઈ છે. તેથી, મણિપુરમાં 150 થી વધુ લોકોના મોત થયા છે.આ તરફ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ભાજપ તરફથી કોંગ્રેસને જવાબ આપ્યો હતો અને આ અવિશ્વાસ પ્રસ્તાવ મોદી સરકાર વિરુદ્ધ નહીં પણ લોકો માટે કામ કરનાર નેતા વિરુદ્ધ હોવાનું જણાવ્યુ હતું
Latest Stories