Connect Gujarat
દેશ

હાડ થીજાવતી ઠંડીમાં ઉત્તર ભારત ઠુંઠવાયું, દિવસે પણ તાપણા જોવા મળ્યા !

દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે રાત્રિનું તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે, દિલ્હીના રિજ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું

હાડ થીજાવતી ઠંડીમાં ઉત્તર ભારત ઠુંઠવાયું, દિવસે પણ તાપણા જોવા મળ્યા !
X

ઉત્તર, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ઠંડીનું મોજુ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યું છે. દિલ્હી-NCR માં સૂર્ય ચમકી રહ્યો છે, પરંતુ ઠંડીથી કોઈ રાહત નથી.દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે રાત્રિનું તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે, દિલ્હીના રિજ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 4.9 ડિગ્રી ઓછું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી ઉત્તર-મધ્ય ભારતમાં શીત લહેર તેનાથી કોઈ રાહત મળવાની નથી.

રાજધાની દિલ્હીમાં આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. નવા વર્ષ નિમિત્તે બરફવર્ષા આનંદ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે નિરાશાજનક સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના પર્યટન સ્થળો પર આ સપ્તાહમાં હિમવર્ષા થવાની કોઈ શક્યતા નથી. અહીં જમ્મુ-કાશ્મીર, લેહ અને લદ્દાખ નો વિકલ્પ છે, પરંતુ અહીં એટલી બધી ઠંડી છે કે ઉજવણી કરવાનું વિચારી પણ ન શકાયદક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેશન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને તે વધુ તીવ્ર થવાની સંભાવના છે..

તો બીજીબાજુ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ તમિલનાડુમાં એક કે બે સ્પેલમાં ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુના બાકીના ભાગો, આંધ્રપ્રદેશના દક્ષિણ કિનારા, પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં એક કે બે મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, ઉત્તર નાગાલેન્ડ અને પશ્ચિમ હિમાલયના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે..

Next Story