Connect Gujarat
દેશ

હવે કહો પનોતી કોણ..? ત્રણ રાજ્યમાં કોંગ્રેસની હાર બાર પાકિસ્તાની ક્રિકેટરે ટ્વિટ કરી દાજયા પર મીઠું ભભરાવ્યું

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું ભભરાવીને મોટો ટોણો માર્યો છે.

હવે કહો પનોતી કોણ..? ત્રણ રાજ્યમાં કોંગ્રેસની હાર બાર પાકિસ્તાની ક્રિકેટરે ટ્વિટ કરી દાજયા પર મીઠું ભભરાવ્યું
X

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. કારમા પરાજય બાદ પૂર્વ ક્રિકેટર અને લોકોએ પણ કોંગ્રેસની મજા લેવાનું શરુ કર્યું છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું ભભરાવીને મોટો ટોણો માર્યો છે.

દાનિશ કનેરિયાએ કોંગ્રેસને ટોણો મારીને શાનમાં ને શાનમાં રાહુલ ગાંધીને પનૌતી ગણાવ્યાં હતા. કનેરિયાએ ટ્વિટ કરીને ખાલી એટલું જ પૂછ્યું કે પનૌતી કોણ છે. તેમનો આ ટોણો સીધો રાહુલ ગાંધી પર સમજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ વિધાનસભા ચૂંટણી દરમિયાન રમાઈ હતી.

શું ટ્વિટ કર્યું દાનિશ કનેરિયાએ

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર માટે સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને જવાબદાર ગણાવી હતી.

Next Story