દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનો ફરી એકવાર અકસ્માત થયો છે. દિલ્હીથી ભોપાલ આવી રહેલ ટ્રેન ગ્વાલિયરમાં દુર્ઘટનાનો શિકાર થઈ છે. ટ્રેનની સામે ગાય આવતા સાંજે 6:15 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ છે. ગાય ટકરાવાને કારણે ટ્રેનનું બોનટ ખુલી ગયું અને આગળના ભાગને નુકસાન થયું છે.
આ ઘટના સર્જાયા પછી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 15 મિનિટ સુધી ગ્વાલિયરના ડબરા સ્ટેશન પર ઊભી રહી હતી. ટ્રેન જોવા માટે આસપાસ લોકોની ભીડ ઊમટી હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્ટેશન પર બોનટને સાજુ કરવામાં આવ્યું, ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. અગાઉ પણ વંદે ભારત ટ્રેન ઘટનાનો શિકાર થઈ હતી. આ રૂટ પર 1 એપ્રિલના રોજ વંદે ભારતને લીલી ઝંડી દેખાડવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 એપ્રિલના રોજ ભોપાલથી મધ્યપ્રદેશને પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન શરૂ થઈ તેને એક મહિનાનો સમય પણ થયો નથી અને આ પ્રકારની ઘટના સર્જાઈ છે. વંદે ભારત એક્સપ્રેસથી ભોપાલના રાની કમલાપતિ સ્ટેશનથી નવી દિલ્હી સ્ટેશન સુધીના સફરમાં 7 કલાક અને 50 મિનિટનો સમય લાગશે.