/connect-gujarat/media/media_files/2025/08/20/online-gaming-bill-2025-2025-08-20-19-13-39.jpg)
આગામી દિવસોમાં, ડ્રીમ-11, રમી, પોકર વગેરે જેવી ગેમિંગ એપ્લિકેશન બંધ થઈ શકે છે. ડ્રીમ-11 ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર પણ છે. આજે એટલે કે 20 ઓગસ્ટના રોજ, લોકસભામાં પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું.
આ બિલ ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા અને વાસ્તવિક પૈસાથી ચાલતી રમતો પર પ્રતિબંધ મૂકવા માટે છે. જો આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ જાય, તો બધી પૈસાથી ચાલતી ઓનલાઈન રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પછી એ ગેમ સ્કીલ બેઝ્ડ હોય કે ચાન્સ બેઝ્ડ. દરેક પર પ્રતિબંધ લાગશે
#MonsoonSession2025
— SansadTV (@sansad_tv) August 20, 2025
I&B Minister @AshwiniVaishnaw introduces The Promotion and Regulation of Online Gaming Bill, 2025 in Lok Sabha.@LokSabhaSectt@ombirlakota@MIB_Indiapic.twitter.com/Cm7RD5GPxW
નવા બિલ મુજબ, ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પૂરી પાડતી કોઈપણ વ્યક્તિને મહત્તમ ત્રણ વર્ષની જેલ, ₹1 કરોડ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. આ સેવાઓની જાહેરાત કરનારાઓને બે વર્ષ સુધીની જેલ અને/અથવા ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. સાથે જ વાસ્તવિક મની ગેમ માટે ટ્રાન્ઝેક્શન સુવિધાઓ પૂરી પાડતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા ₹1 કરોડ સુધીના દંડને પાત્ર રહેશે.