Connect Gujarat
દેશ

ભારતીયોની વાપસી માટે ઓપરેશન ગંગા ચાલુ, એરફોર્સના વિમાન ટેન્ટ, ધાબળા અને ખાદ્યપદાર્થો સાથે રવાના

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન ગંગામાં ભારતીય વાયુસેના પણ જોડાઈ ગઈ છે.

X

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન ગંગામાં ભારતીય વાયુસેના પણ જોડાઈ ગઈ છે. આ અંતર્ગત હિંડન એરપોર્ટથી ભારતીયોને લાવવા માટે એરફોર્સના વિમાનો ઉડાન ભરી રહ્યા છે.

વાયુસેનાના ગ્લોબમાસ્ટર સહિત બે વિમાન બુધવારે સવારે હિંડન એરપોર્ટથી રવાના થયા હતા. રોમાનિયા અને હંગેરી માટે આ વિમાનો તંબુ, ધાબળા અને અન્ય માનવતાવાદી સહાય સાથે રવાના કરવામાં આવ્યા છે. IAF અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ત્રણ વધુ વિમાન પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા જવા રવાના થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનો તંબુ, ધાબળા અને અન્ય માનવતાવાદી સહાય વહન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં હિંડન એરબેઝથી ઉડાન ભરશે. C-17 ગ્લોબમાસ્ટર બુધવારે સવારે 4 વાગ્યે રોમાનિયા માટે ઉડાન ભરી હતી.

જણાવી દઈએ કે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેનની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં મોદીએ ભારતીય વાયુસેનાને ઓપરેશન ગંગામાં સામેલ થવા માટે કહ્યું હતું. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું. હુમલાનો આજે સાતમો દિવસ છે. ભારતીયોની વાપસી માટે સરકારે ઓપરેશન ગંગા શરૂ કરી. આ મિશન હેઠળ ભારતીયોને વિશેષ ફ્લાઈટ્સ દ્વારા મફતમાં ભારત લાવવામાં આવી રહ્યા છે. 26 ફેબ્રુઆરીએ, પ્રથમ ફ્લાઇટ 219 નાગરિકોને લઈને મુંબઈ પહોંચી હતી.

Next Story