/connect-gujarat/media/media_files/2025/02/25/IqQo4dlXmubQhKvbp1bH.jpg)
બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં ગાંધીનગર એસીબીની ટ્રેપ થઈ, જેમાં નાયબ કલેકટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા
પાલનપુર જિલ્લા સેવાસદન ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરીએ બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેમાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા માટે એક મકાનના દોઢ લાખ રૂપિયા લેખે બે મકાનના ત્રણ લાખ લાંચની માંગણી કરવામાં આવી હતી. જેમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ નાયબ કલેકટર અંકીતાબેન બાબુલાલ ઓઝાના કહેવાથી રૂપિયા ત્રણ લાખની લાંચ સ્વીકારી નાયબ કલેકટરને ચેમ્બરમાં આપી એસીબીએ ઝડપી લીધા છે. જોકે ગાંધીનગર એસીબીએ હાલ બંનેની અટકાયત કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં ગેરરીતિઓ અંગેની ફરિયાદો ઉઠી હોવાની ચર્ચાઓ હતી જે બાદ આજે એસીબીની કાર્યવાહી થતા હવે લાંચિયા અધિકારીઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે ત્યારે આગામી દિવસોમાં આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શકયતાઓ છે.