સંસદ સત્રની શરૂઆત, સરકાર 6 બિલ રજૂ કરે તેવી શક્યતા

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીક સહિત ઘણા મુદ્દા ઉઠાવ્યા અને હોબાળો મચી ગયો હતો.

New Update
parliment

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીક સહિત ઘણા મુદ્દા ઉઠાવ્યા અને હોબાળો મચી ગયો હતો. તારીખ 23 મી જુલાઈએ સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે.આ સત્ર દરમિયાન કુલ 19 બેઠક યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર બિલ રજૂ કરે તેવી શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી છે. 

NEET પેપર લીક સહિત ઘણા મુદ્દા પર હોબાળો મચી ગયો

સાંસદના સત્ર દરમિયાન પ્રશ્નપત્ર લીક ને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જવાબ આપતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 'છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ આની સુનાવણી કરી રહ્યા છે.NTA પછી 240 પરીક્ષાઓ થઈ છે.કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. પરીક્ષા પ્રણાલી ને બકવાસ કહેવા બદલ પ્રધાન રાહુલ ગાંધી પર ભડક્યા હતા અને આકરા પ્રહાર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે  તમે જોયું જ હશે કે સંસદના પહેલા સત્રમાં દેશના 140 કરોડ લોકો દ્વારા બહુમતીથી ચૂંટાયેલી સરકારનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 2.5 કલાક સુધી વડાપ્રધાન નો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની જનતાએ અમને પાર્ટી માટે નહીં દેશ માટે મોકલ્યા છે. આ સંસદ દેશ માટે છેપાર્ટી માટે નહીં.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુંહું દેશના તમામ સાંસદોને વિનંતી કરવા માંગુ છું કે જાન્યુઆરીથી અત્યાર સુધી આપણે જેટલી લડાઈ લડવી હતી તેટલી લડાઈ કરી છેપરંતુ હવે તે સમયગાળો પૂરો થઈ ગયો છેજનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. હું તમામ પક્ષોને પક્ષની લાઇનથી ઉપર ઊઠીને દેશને સમર્પિત કરવા અને આગામી 4.5 વર્ષ સુધી સંસદના આ પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરવા કહેવા માંગુ છું.

Latest Stories