/connect-gujarat/media/media_files/2024/12/20/xQxkjdavTkPle6doeNjQ.jpg)
ઉત્તર પ્રદેશના મેરઠમાં નાસભાગની ઘટના પ્રકાશમાં આવી છે. મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ થવાના કારણે અનેક મહિલાઓ ભીડમાં કચડાઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ મચી ગઈ છે. ઘણી મહિલા અને વડીલો કચડાઈ જવાથી ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે કથાનો છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો.
બપોરે એક વાગ્યે કથા શરૂ થવાની હતી. જોકે, તેના થોડા સમય પહેલા જ અહીં નાસભાગ મચી ગઈ હતી. જાણવા મળ્યા મુજબ,ઘટના સ્થળે લગભગ એક લાખ લોકો હાજર હતા. સર્જાયેલી ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.