દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પીએમ મોદીએ પણ રાષ્ટ્રને સંબોધન કર્યું, ધ્વજ ફરકાવ્યા બાદ સ્વદેશી 105 એમએમ લાઇટ ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી. સમારોહમાં લગભગ 6000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે. આ અંતર્ગત આઝાદીના 100માં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, 'આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો, અમે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તાજેતરની કુદરતી આફતને કારણે અમે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, અમે તેમની સાથે એકતામાં ઊભા છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું, 'તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ!.'