PM મોદીએ G20 સમિટ 2023ના સમાપનની કરી જાહેરાત, બ્રાઝિલને અધ્યક્ષપદ સોંપ્યું.....

ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ 9 અને 10 સેપ્ટેમ્બર સુધી ચાલી હતી.

PM મોદીએ G20 સમિટ 2023ના સમાપનની કરી જાહેરાત, બ્રાઝિલને અધ્યક્ષપદ સોંપ્યું.....
New Update

ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ 9 અને 10 સેપ્ટેમ્બર સુધી ચાલી હતી.બે દિવસ સુધી ચાલી આ G-20 સમિટનું આજે સમાપન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં G-20 વર્ચ્યુઅલ સમિટનું સૂચન કર્યું હતું. આ સાથે વડાપ્રધાને G-20 વર્ચ્યુઅલ સમિટની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપી હતી. સમાપન સમારોહ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ગઈકાલે અમે વન અર્થ એન્ડ વન ફેમિલી સેશનમાં વ્યાપક ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે મને સંતોષ છે કે આજે G-20 વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચરને લઈને આશાવાદી પ્રયાસો માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં આપણે એવા ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીને ગ્લોબલ ફેમિલીને વાસ્તવિકતા બનતા જોઈશું. એક એવું ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં, હૃદય પણ જોડાયેલા હોય.

#CGNews #India #Delhi #PM Modi #G20 Summit 2023 #announces closure #chairmanship to Brazil
Here are a few more articles:
Read the Next Article