કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જન્મદિવસ પર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે 82 વર્ષના થયા છે. વડાપ્રધાન મોદી,કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

kharge
New Update

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે 82 વર્ષના થયા છે. વડાપ્રધાન મોદી,કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રાહુલે જનતાની સેવા પ્રત્યેના તેમના સમર્પણને પ્રેરણાદાયી ગણાવ્યા હતા,જ્યારે મોદીએ તેમને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રા એ કહ્યું કે દેશના બંધારણલોકશાહી અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અતૂટ છે. ખડગેએ પણ અભિનંદન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખડગેને તેમના હેન્ડલ દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું, "કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને જન્મદિવસની શુભેચ્છા." તમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા. વડાપ્રધાનની આ પોસ્ટ પર ખડગેએ લખ્યું કે શુભકામનાઓ માટે આભાર મોદીજી.

  

#CGNews #India #birthday #wishes #Congress President #Mallikarjun Kharge
Here are a few more articles:
Read the Next Article