અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા PM મોદીએ પાઠવી શુભકામના

અમદાવાદને યજમાની મળતાની સાથે જ સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રચરી છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા

New Update
modi

સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી કે, વર્ષ 2030ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ, ભારત કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારતનું ડેલિગેશન આ મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે ગ્લાસગો પહોંચ્યું હતું. આ ગૌરવપૂર્ણ યજમાની મળતા ભારત બીજી વખત આ ગેમ્સ યોજવાનું ગૌરવ પ્રાપ્ત કરશે,

અમદાવાદને યજમાની મળતાની સાથે જ સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રચરી છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ શુભકામના પાઠવતા લખ્યું કે, ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે તેનો આનંદ છે! ભારતના લોકો અને રમતગમત ઇકોસિસ્ટમને અભિનંદન. 

કોમનવેલ્થ ગેમ્સમાં આ રમતોનો થશે સમાવેશ

1.   • એથ્લેટિક્સ

2.   • સ્વિમિંગ

3.   • ટેબલ ટેનિસ

4.   • બાઉલ્સ

5.   • વેઇટલિફ્ટિંગ (તમામમાં પેરા સ્પોર્ટ્સ સહિત)

6.   • આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ

7.   • નેટબોલ

8.   • બોક્સિંગ

Latest Stories