PM મોદીએ કેરળને 4,000 કરોડ રૂપિયાની યોજનાઓની આપી ભેટ..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીએ બુધવારે સવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી.

PM મોદીએ કેરળને 4,000 કરોડ રૂપિયાની યોજનાઓની આપી ભેટ..!
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીએ બુધવારે સવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી. તેમણે કોચીમાં 4,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. કોચીમાં જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે કેરળ માટે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે આજે સવારે મને ગુરુવાયુર મંદિરમાં પૂજા કરવાનો લ્હાવો મળ્યો હતો. મને કેરળના વિકાસની ઉજવણીમાં ભાગ લેવાની તક મળી છે. થોડા દિવસો પહેલા, 30 ડિસેમ્બરે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે, મેં કેરળમાં રામાયણ સાથે સંકળાયેલા ચાર પવિત્ર મંદિરો વિશે વાત કરી હતી. આ ચાર મંદિરો રાજા દશરથના ચાર પુત્રો સાથે જોડાયેલા છે. અયોધ્યામાં અભિષેક સમારોહ પહેલા ત્રિપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરમાં પૂજા કરવાનો લહાવો મળ્યો હતો.

#CGNews #India #PM Modi #Kerala #gifted #schemes
Here are a few more articles:
Read the Next Article