PM મોદીએ ગગનયાનની સફળ પરીક્ષણ ઉડાનની પ્રશંસા કરી, ISROને પાઠવ્યા અભિનંદન.!

આજે ઈસરોએ સફળતાપૂર્વક ગગનયાન લોન્ચ કર્યું છે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

PM મોદીએ ગગનયાનની સફળ પરીક્ષણ ઉડાનની પ્રશંસા કરી, ISROને પાઠવ્યા અભિનંદન.!
New Update

આજે ઈસરોએ સફળતાપૂર્વક ગગનયાન લોન્ચ કર્યું છે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ઈસરોએ તેને 21 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું છે. ગગનયાન મિશનની આ પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ હતી. તેના સફળ પરીક્ષણ પછી, ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ પોતાનું ક્રૂ સ્પેસક્રાફ્ટ લોન્ચ કરી શકે છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ખુશીના અવસર પર ઈસરોને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે આ પ્રક્ષેપણ આપણને ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ, ગગનયાનને સાકાર કરવા માટે એક પગલું વધુ નજીક લઈ જશે. અમારા ઈસરોના વૈજ્ઞાનિકોને મારી શુભકામનાઓ.

#CGNews #India #PM Modi #flight #ISRO #successful #testing #Gaganyaan #congratulates ISRO
Here are a few more articles:
Read the Next Article