વિશ્વમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન BF.7 ફરી એકવાર દેશમાં દેખાયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. કેન્દ્ર સરકાર આ અંગે સતર્ક છે. રોગચાળાના ભયને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.
પીએમ મોદી સાથેની બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMR અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓ, નીતિ આયોગના વીકે પોલ અને અન્યો હાજર રહ્યા હતા. બેઠકમાં વર્તમાન તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.