/connect-gujarat/media/post_banners/f4c4eb317b4676c4b5dace1543c04c77cb4bafd7d7a11131389d1f993f376cfe.jpg)
દેશ સોમવારે 76મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આ અવસર વડાપ્રધાન મોદી સવારે સૌથી પહેલા રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. એક પુણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવી તાકાત સાથે કદમ આગળ મૂકવાનો અવસર છે.
આઝાદીના યુદ્ધમાં ગુલામીનો પૂરો સમય સંઘર્ષમાં વિત્યો છે. ભારતનો કોઈ ખૂણો એવો ન હતો કે જ્યારે દેશવાસીઓએ અનેક વર્ષો સુધી ગુલામી સામે યુદ્ધ ન કર્યું હોય, આહુતિ ન આપી હોય. આજે તમામ દેશવાસીઓ માટે આ દરેક મહાપુરુષોને નમન કરવાનો અવસર છે. તેઓનું સ્મરણ કરી તેઓના સપનાઓને પૂરા કરવાનો સંકલ્પ લેવાનો અવસર છે. આજે આપણે કૃતજ્ઞ છીએ પૂજ્ય બાપુના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકરના... તેઓએ કર્તવ્યના માર્ગ પર જીવનને ખપાવી દીધું. આ દેશ કૃતજ્ઞ છે મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક અલ્લા ખાં, રામ પ્રસાદ બિસ્મિલ. આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોના શાસનને હલાવી દીધું હતું.