Connect Gujarat
દેશ

દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું:કોલકાતામાં ગંગાના પ્રવાહથી 13 મીટર નીચે મેટ્રો દોડશે

આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.

દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું:કોલકાતામાં ગંગાના પ્રવાહથી 13 મીટર નીચે મેટ્રો દોડશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું. આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.1984માં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકાતા નોર્થ-સાઉથ કોરિડોર (બ્લુ લાઇન)માં દોડી હતી. 40 વર્ષ બાદ દેશની પહેલી અંડરવોટર મેટ્રો રેલ ફરી એકવાર અહીંથી દોડશે.આ માટે હાવડા સ્ટેશનથી મહાકરણ સ્ટેશન સુધી 520 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે માત્ર 45 સેકન્ડમાં આ ટનલ પાર કરશે. તેનાથી હાવડા અને કોલકાતાની કનેક્ટિવિટી સુધરશે. દરરોજ 7થી 10 લાખ લોકોની મુસાફરી સરળ બનશે.

1984માં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકતા નોર્થ-સાઉથ કોરિડોર (બ્લુ લાઇન)માં દોડી હતી. 40 વર્ષ બાદ દેશની પહેલી અંડરવોટર મેટ્રો રેલ ફરી એકવાર અહીંથી દોડશે. આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના પટથી 13 મીટર નીચે દોડશે.આ માટે હાવડા સ્ટેશનથી મહાકરણ સ્ટેશન સુધી 520 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે માત્ર 45 સેકન્ડમાં આ ટનલ પાર કરશે. તેનાથી હાવડા અને કોલકતાની કનેક્ટિવિટી સુધરશે. દરરોજ 7 થી 10 લાખ લોકોની મુસાફરી સરળ બનશે.

Next Story