/connect-gujarat/media/media_files/2025/01/28/4OYDiezEfbbwG5FAVn41.jpg)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચે આ પ્રથમ વાતચીત છે. આ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા થઈ હતી.6 નવેમ્બરે ચૂંટણી જીત્યા બાદ પણ મોદીએ ટ્રમ્પને ફોન કરીને રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ વાતચીતમાં ટ્રમ્પે મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા અને આશા વ્યક્ત કરી કે તેઓ ભવિષ્યમાં સાથે મળીને કામ કરશે.સપ્ટેમ્બર 2019માં જ્યારે મોદી અમેરિકા ગયા ત્યારે ટેક્સાસમાં મોદી માટે 'હાઉડી મોદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પ અને મોદીએ 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખૂબ વખાણ કર્યા હતા. આ પછી ટ્રમ્પે ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી. ગુજરાતના અમદાવાદમાં ટ્રમ્પ માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.