પીએમ મોદી આ અઠવાડિયામાં જશે અમેરિકાના પ્રવાસે; કમલા હેરિસ સાથે કરશે મહત્વની મુલાકાત

પીએમ મોદીની અમેરિકાની મહત્વની મુલાકાત, અમેરીકામાં પીએમ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે.

New Update
પીએમ મોદી આ અઠવાડિયામાં જશે અમેરિકાના પ્રવાસે; કમલા હેરિસ સાથે કરશે મહત્વની મુલાકાત

પીએમ નરેન્દ્ર મોદી આ અઠવાડિયે અમેરિકાના પ્રવાસે જવાના છે જ્યાં તેઓ એક મૈરાથન કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથેજ વડાપ્રધાન મોદી અમેરિકામાં અનેક બેઠકોમાં ભાગ લેશે અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે.

પીએમ મોદી આ અઠવાડિયે અમેરિકામાં મહતવણી મુલાકાતે જવાના છે. જ્યાં પીએમ એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવાના છે. 22 સપ્ટેમ્બરે તેઓ અમેરિકાના વોશિંગટનમાં પહોચશે જ્યા તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત લેવાના છે જે મુલાકાત મહત્વની રહેશે.

PM મોદી એપલના સીઈઓ સાથે પણ મુલાકાત લેવાના છે. તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર કાર્યક્રમ હજું તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે હાલમાં તો ખાસ કરીને PM મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.