Connect Gujarat
દેશ

નર્મદાના કેવડિયા ખાતે આજે નેશનલ કોન્ફરન્સ, PM Modi વર્ચ્યુઅલી જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. ત્યારે કેન્દ્ર સરકારનું હાલ સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ છે.

નર્મદાના કેવડિયા ખાતે આજે નેશનલ કોન્ફરન્સ, PM Modi વર્ચ્યુઅલી જોડાશે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. ત્યારે કેન્દ્ર સરકારનું હાલ સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ છે. ત્યારે આજે નર્મદાના કેવડિયા ખાતે નેશનલ કોન્ફરન્સ યોજાશે. ઓલ ઇન્ડિયા લો મિનિસ્ટર અને લો સેક્રેટરીની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં PM મોદી વર્ચ્યુલી જોડાશે.PM મોદી આ કોન્ફરન્સમાં દેશના વિવિધ કાયદા મંત્રીઓ અને સચિવોને સંબોધન કરશે. એ સિવાય PM મોદી અખિલ ભારતીય પરિષદને પણ સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં ભારતીય કાનૂની તંત્રને લગતા વિવિધ વિષયો પર ચર્ચા થશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને જામકંડોરણામાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું. ત્યારે એકવાર ફરી તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આગામી 19મીએ PM મોદીની રાજકોટમાં સભા યોજાશે. આ પ્રવાસ દરમ્યાન PM મોદી રાજકોટમાં ભવ્ય રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, PMના આગમન પહેલાં રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

જોકે રાજકોટમાં યોજાનાર PM મોદીનો રોડ શોમાં થોડોક ફેરફાર કરાયો છે. PM મોદીનો રોડશો હવે લંબાવાયો છે. આગામી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે અહીં તેઓ રોડ શો કરશે. જેમાં પ્રથમ રોડ શો એરપોર્ટથી શાસ્ત્રી મેદાન સુધી યોજાશે. જ્યારે શાસ્ત્રી મેદાનથી ફરી રોડ શો શરૂ થઈને રેસકોર્સ સુધી યોજાશે. આ રેસકોર્ષ મેદાનમાં PM મોદી જાહેર સભાને સંબોધશે.

19 ઓક્ટોબરના રોજ PM મોદી રાજકોટની મુલાકાતે આવશે. અહીં તેઓ 6 હજાર કરોડના કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. જેમાં 3 ઓવરબ્રિજ, લાઈટ હાઉસ હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટથી રેસકોર્સ સભામંડપ સુધી રોડ-શો યોજાશે. રેસકોર્ષમાં 1.5 લાખ લોકો એકત્ર થવાનો અંદાજ છે.

Next Story