ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા, જાણો તેમણે શું કહ્યું

ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખરના રાજીનામા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ટ્વિટ કર્યું. પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું

New Update
Jagdeep Dhankhar

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સોમવારે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનખરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું આપવા માટે મોકલેલા રાજીનામા પત્રમાં સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ પગલાથી બધા આશ્ચર્યચકિત છે અને તમામ પક્ષોના નેતાઓ અને સાંસદો ધનખરના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જગદીપ ધનખરના રાજીનામા બાદ પહેલી પ્રતિક્રિયા આપી છે.

ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખરના રાજીનામા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ટ્વિટ કર્યું. પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું- "શ્રી જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું."



માહિતી અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું મંગળવારે સ્વીકારવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંધારણની કલમ 67A હેઠળ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાની માહિતી આપી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવેલા રાજીનામા અંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે- "સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67 (A) અનુસાર તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું." તમને જણાવી દઈએ કે ધનખડ 74 વર્ષના છે અને તેમણે ઓગસ્ટ 2022 માં ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. થોડા સમય પહેલા તેમણે દિલ્હી AIIMS માં એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. આ ઉપરાંત, તેમને આ વર્ષે થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જગદીપ ધનખડના રાજકીય જીવન વિશેના મુખ્ય મુદ્દાઓ:-


* ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ સાથે સંકળાયેલા રહ્યા છે.
* તેઓ 1989 થી 1991 સુધી રાજસ્થાનની ઝુનઝુનુ લોકસભા બેઠક પરથી સાંસદ હતા.
* તેઓ 1993 થી 1998 સુધી રાજસ્થાન વિધાનસભાના સભ્ય હતા.
* તેઓ 2019 થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.
* તેઓ2022 થી 2025 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા