Connect Gujarat
દેશ

PM નરેન્દ્ર મોદીએ કારગીલમાં દેશના જવાનો સાથે ઉજવ્યુ દિવાળીનું પર્વ, કહ્યું સેનાના જવાનો જ મારો પરિવાર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ જમ્મુ કશ્મીરના કારગિલ ખાતે સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ જમ્મુ કશ્મીરના કારગિલ ખાતે સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી

વડાપ્રધાન મોદી કારગિલ પહોંચી ગયા છે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઊજવી રહ્યા છે. કારગિલમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવનાનું સારું લાગે છે. મોદીએ કહ્યું કે, સિવિલિયન લોકોની દિવાળી... અમારી આતશબાજી અલગ હોય છે. તમારી આતશબાજી પણ અલગ અને ધડાકા પણ અલગ હોય છે. પીએમ મોદીએ જવાનોને કહ્યું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર તમે બધા છો. તમારી વચ્ચે આવવાથી મારી દિવાળીની મીઠાશમાં વધારો થાય છે, મારી દિવાળીનો પ્રકાશ તમારી વચ્ચે છે અને આગામી દિવાળી સુધી મારી સ્થિતિને પ્રકાશિત કરે છે. બહાદુરીની અનોખી ગાથાઓ સાથે આપણી પરંપરા, મધુરતા અને મીઠાશ પણ મહત્વની છે. તેથી જ ભારત તેના તહેવારો પ્રેમથી ઉજવે છે. સમગ્ર વિશ્વને તેમાં સામેલ કરીને ઉજવણી કરે છે.

વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે, ત્યારથી તેઓ હંમેશાં સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઊજવતા રહ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરા અકબંધ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચ્યા છે. આમ, વડાપ્રધાન સતત 9મા વર્ષે દિવાળીની ઉજવણી સેનાના જવાનો સાથે કરી હતી.

Next Story