વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ભાજપના 50 લાખ કાર્યકરો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. પીએમે કહ્યું કે જો કાર્યકર્તાઓ લોકોને બીજેપીને વોટ આપવા માટે અપીલ કરશે તો લોકો તેમને ચોક્કસ આશીર્વાદ આપશે. બૂથ જીતવાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે કાર્યકર બૂથ સાથે જોડાયેલા પરિવારોને જીતે છે, તેમના દિલ જીતે છે.10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.
પીએમ મોદી 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ 7 મે સુધી લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે. મોદીએ વધુમાં કહ્યું કે ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે સૌથી મોટો તફાવત અભિગમનો છે. આપણા વિરોધીઓનો એજન્ડા સત્તા પર કબજો કરવાનો છે અને આપણો એજન્ડા 25 વર્ષમાં દેશનો વિકાસ કરવાનો છે, તેને ગરીબીથી મુક્ત કરવાનો છે અને યુવાનોની ક્ષમતાને આગળ વધારવાનો છે. આગામી 25 વર્ષમાં કર્ણાટકની વિકાસ યાત્રાનું નેતૃત્વ કરવા માટે ભાજપ યુવા ટીમ બનાવી રહી છે.