Connect Gujarat
દેશ

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું કરશે ઉદ્ઘાટન

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું કરશે ઉદ્ઘાટન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભા બંનેએ સરકારને સંસદ માટે નવી ઇમારતના નિર્માણ માટે વિનંતી કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. સંસદનું નવનિર્મિત ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ચાર માળના સંસદ ભવનમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે સંસદનું નવનિર્મિત ભવન ભારતની ભવ્ય લોકતાંત્રિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે. આ સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ સભ્યોને તેમનું કામ વધુ સારી રીતે કરવામાં પણ મદદ કરશે.

Next Story