POK ભારતનું છે અને અમે તેને લઈને રહીશું, અમિત શાહનું બંગાળમાં ચૂંટણી સભા દરમ્યાન નિવેદન

New Update
POK ભારતનું છે અને અમે તેને લઈને રહીશું, અમિત શાહનું બંગાળમાં ચૂંટણી સભા દરમ્યાન નિવેદન

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પશ્ચિમ બંગાળના હુગલીમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે- મમતા બેનર્જી, કોંગ્રેસ-સિન્ડિકેટ કહે છે કે કલમ 370 હટાવો નહીં. જ્યારે મેં સંસદમાં પૂછ્યું કે તેને કેમ હટાવવામાં ન આવે તો તેઓએ કહ્યું કે લોહીની નદીઓ વહેશે.5 વર્ષ થઈ ગયા, લોહીની નદીઓ છોડો, કાંકરા ફેંકવાની કોઈની હિંમત નથી.

જ્યારે ઈન્ડી ગઠબંધન શાસન કરતું હતું ત્યારે આપણા કાશ્મીરમાં હડતાલ થતી હતી. POKમાં આજે હડતાળ છે. પહેલા કાશ્મીરમાં આઝાદીના નારા લાગ્યા હતા, હવે પીઓકેમાં નારા લાગ્યા છે. રાહુલ ગાંધી, જો તમારે ડરવું હોય તો ડરતા રહો, મમતા બેનર્જી જો તમારે ડરવું હોય તો ડરતા રહો પરંતુ આજે હું શ્રીરામપુરની ધરતી પરથી કહું છું કે આ પીઓકે ભારતનું છે અને અમે તેને લઈશું.

Latest Stories