/connect-gujarat/media/media_files/2025/01/15/y7jNyJgDuEPSlPiBJpWc.jpg)
હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બરોલી (61) અને ગાયક રોકી મિત્તલ વિરુદ્ધ સામૂહિક બળાત્કારની FIR નોંધવામાં આવી છે. આ કેસ 13 ડિસેમ્બર 2024ના રોજ હિમાચલના કસૌલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. જેની માહિતી હવે સાર્વજનિક થઈ ગઈ છે.દિલ્હીની રહેવાસી એક મહિલાનો આરોપ છે કે તેને કસૌલીની એક હોટલમાં બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો અને રેપ કરવામાં આવ્યો.
રોકી મિત્તલે તેના આલ્બમમાં તેને અભિનેત્રી બનવાની વાત કરી અને બરોલીએ તેને સરકારી નોકરી અપાવવાની છેતરપિંડી કરી. બળાત્કાર બાદ તેને ધમકી આપીને રૂમની બહાર ફેંકી દેવામાં આવી હતી.મહિલાના કહેવા પ્રમાણે, તેના અશ્લીલ ફોટા પાડવા ઉપરાંત એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આ પછી તેને પંચકુલામાં કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.હિમાચલ પોલીસે બડોલી અને રોકી વિરુદ્ધ IPCની કલમ 376D અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. સોલન જિલ્લાના પરવાનુના ડીએસપી મેહર પંવરે જણાવ્યું કે બરોલી અને મિત્તલની પૂછપરછ કરવામાં આવી છે.