Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે મતદાન, MPમાં તમામ 230 બેઠકો પર ઉમેદવારોનો ભાવી નક્કી થશે

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે મતદાન, MPમાં તમામ 230 બેઠકો પર ઉમેદવારોનો ભાવી નક્કી થશે
X

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ મતદાતાઓ વોટ કરવા માટે થનગની રહ્યાં છે. ત્યારે એમપીમાં આજે 17 નવેમ્બર પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે છત્તીસગઢમાં બીજા તબક્કામાં 70 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન કેન્દ્રો પર સવારથી લાઈનો જોવા મળી રહી છે. જ્યાં એક તરફ સામાન્ય લોકો આ મતદાન કેન્દ્રો પર પોતાનો મત આપશે તો બીજી તરફ બંને રાજ્યોમાં કેટલાક VIP મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું છે. એમપીમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 64 હજાર 626 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.

Next Story