દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણૂક કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

1983માં વકિલાતની પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ ખન્ના 2005માં દિલ્હી હાઇકોર્ટના જજ બન્યા હતા.જાન્યુઆરી 2019માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરાયા હતા

New Update
Justice-Sanjiv-Khanna

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણુંક કરી છે. વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થશે અને જસ્ટિસ ખન્ના 11 નવેમ્બરથી ચીફ જસ્ટિસનું પદ સંભાળશે. તેઓ દેશના 51માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ 13 મે 2025ના રોજ નિવૃત્ત થશે આમ તેમનો કાર્યકાળ લગભગ છ મહિના જેટલું હશે.  

1983માં વકિલાતની પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ ખન્ના 2005માં દિલ્હી હાઇકોર્ટના જજ બન્યા હતા.જાન્યુઆરી 2019માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરાયા હતા. તેમને ફોજદારીસિવિલટેક્સ અને બંધારણીય કાયદાઓના નિષ્ણાત માનવામાં આવે છે.

તેમનો એક પરિચય એ પણ છે કે તે પ્રખ્યાત જજ જસ્ટિસ હંસ રાજ ખન્નાના ભત્રીજા છે. જસ્ટિસ એચ.આર. ખન્ના ઇમરજન્સી સમયની જજોની બેન્ચના એક માત્ર જજ હતા.જેમણે ઇમરજન્સી દરમિયાન લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અંગે અન્ય જજોથી અલગ મત આપ્યો હતો. 

જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો આપ્યા છે. તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર માટે તત્કાલિન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.

Latest Stories