/connect-gujarat/media/post_banners/cafb150574762749a81522a27c313a9582d2bd9ccf0fdbf1510074d68a4bf2ae.webp)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે અસમના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30MKI ફાઇટર જેટથી 30 મિનિટ ઉડાન ભરી. સુખોઈ જેટે સવારે 11 વાગીને 8 મિનિટે ટેક ઓફ કર્યું. 30 મિનિટ પછી આ ફાઇટર પ્લેને 11 વાગીને 38 મિનિટે લેન્ડ કર્યું.મુર્મૂ પહેલાં દેશના 12માં રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટિલે 2009માં સુખોઈમાં ઉડાન ભરી હતી. નોંધનીય છે કે આ સમયે ચીનની સરહદ પર સેનાને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન સતત ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યું છે. આવા સમયે રાષ્ટ્રપતિ સુખોઈ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરવું એ દુશ્મન દેશોને ભારત તરફથી કડક સંદેશ આપવાનો છે. જણાવી દઈએ કે તેજપુર એરફોર્સ બેઝ દેશની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ એરબેઝ છે.