માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

ભારત પહોંચેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, પીએમ મોદીએ માલદીવ સાથે થયેલા કરારો વિશે માહિતી આપી હતી.ભારતે માલદીવને ઘણા વિકાસ કામોની ભેટ

New Update
modi 01

થોડા સમય પહેલા માલદીવે ભારતની થાય તેટલી ટીકા કરી હતી અને તેનું નામ પણ ખરાબ કર્યું હતું. ખુદ પ્રેસિડન્ટ મોહમ્મદ મુઈઝ્ઝુએ પણ અનેક વાર ભારત વિરોધી નિવેદનો આપ્યાં હતા. પોતાને વિશે આટલી બધી નેગેટિવ વાતો કરવામાં આવી હોવા છતાં પણ ભારતે કદી પણ તેનો બદલો લીધો નથી ઉલટાનું વખત આવે પડોશીને થાય તેટલી મદદ કરીને તેને સમસ્યામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે.

ભારત પહોંચેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ પછી બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ. જેમાં અનેક કરારો થયા હતા. ભારત આપેલી એક મોટી ભેટમાં માલદીવમાં રુ-પે કાર્ડનો ઉપયોગ છે. બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ માલદીવ સાથે થયેલા કરારો વિશે માહિતી આપી હતી.

ભારતે માલદીવને ઘણા વિકાસ કામોની ભેટ આપી છે. માલદીવ માટે 400 મિલિયન ડોલર અને 3 હજાર રૂપિયાનો કરન્સી સ્વેપ કરારને મંજૂરી અપાઈ છે. પીએમ મોદીએ કહ્યું કે અમે માલદીવમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વ્યાપક સહયોગની વાત કરી છે. આજે અમે પુનઃવિકાસિત હનીમધુ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે, હવે ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને પણ ઝડપી કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે થિલાફુસીમાં નવા કોમર્શિયલ પોર્ટના વિકાસમાં પણ સહયોગ આપવામાં આવશે. આજે ભારતના સહયોગથી બનેલા 700 થી વધુ સામાજિક આવાસ એકમોને સોંપવામાં આવ્યા છે. માલદીવના 28 ટાપુઓ પર પાણી અને ગટર યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. અન્ય 6 ટાપુઓ પર પણ કામ પૂર્ણ થશે. હડાલુમાં એગ્રીકલ્ચરલ ઈકોનોમિક ઝોન અને હાલિફુમાં પ્રથમ પ્રોસેસિંગ ફેસિલિટી સ્થાપવામાં પણ સપોર્ટ આપવામાં આવશે.

Latest Stories