Connect Gujarat
દેશ

વડાપ્રધાન મોદીએ છઠ્ઠી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, નાગપુરથી બિલાસપુરનું અંતર આટલા કલાકોમાં નક્કી થશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે નાગપુર રેલવે સ્ટેશન પર દેશની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

વડાપ્રધાન મોદીએ છઠ્ઠી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, નાગપુરથી બિલાસપુરનું અંતર આટલા કલાકોમાં નક્કી થશે...
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે નાગપુર રેલવે સ્ટેશન પર દેશની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન નાગપુરથી છત્તીસગઢના બિલાસપુર જિલ્લા સુધી દોડશે. તો ચાલો જાણીએ આ ટ્રેન વિશે વધુ માહિતી...

નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. આ યાત્રા છ કલાકમાં પૂર્ણ થશે.અગાઉ ઓક્ટોબરમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. સરકારનું લક્ષ્ય આગામી વર્ષ સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનું છે.

પહેલી વંદે ભારત ટ્રેનને 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. બીજી ટ્રેન દિલ્હીથી કટરા, ત્રીજી ટ્રેન મુંબઈથી અમદાવાદ, ચોથી ટ્રેન નવી દિલ્હીથી અંબ અંદૌરા અને પાંચમી ટ્રેન મૈસૂરથી ચેન્નાઈ.

પાંચમી વંદે ભારત ટ્રેનને 11 નવેમ્બર 2022ના રોજ મૈસુર-ચેન્નઈ રૂટ પર ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. 13 ઓક્ટોબર 2022ના રોજ પીએમ મોદીએ ચોથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં અંબ અંદૌરાથી નવી દિલ્હી સુધી ચાલે છે.

આ ટ્રેનમાં જનરલ ક્લાસનું ભાડું 245 રૂપિયા, થ્રી ટાયરનું ભાડું 600 રૂપિયા, બે ટાયરનું ભાડું 950 રૂપિયા અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ 1585 રૂપિયા છે.

Next Story