Connect Gujarat
દેશ

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો કાર્યક્રમ, પદ્મ પુરસ્કારો કરાયા એનયાત,PM મોદી રહ્યા ઉપસ્થિત

રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો કાર્યક્રમ, પદ્મ પુરસ્કારો કરાયા એનયાત,PM મોદી રહ્યા ઉપસ્થિત
X

રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ સન્માનોની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.ગુજરાતના જાણીતા તબીબ ડો. તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉથુપ અને સીતારામ જિંદાલ સહિત કેટલાક લોકોને પદ્મ ભૂષણ આપવામાં આવ્યો હતો. આ સિવાય મનોહર કૃષ્ણ ડોલે અને રામચેત ચૌધરી સહિતની કેટલીક હસ્તીઓને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.આ વખતે 2024 માટે 5 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ અને 110 લોકોને પદ્મ શ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજના સમારોહમાં આમાંથી કેટલીક હસ્તીઓનું સન્માન થઈ શક્યું નથી, તેમનું આગામી સપ્તાહે સન્માન કરવામાં આવશે.

2024 માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે, જેઓ અત્યારસુધી અનામી હતા. આમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને જગેશ્વર યાદવનાં નામનો સમાવેશ થાય છે, બંને આસામનાં રહેવાસી છે.આ સિવાય લિસ્ટમાં ચાર્મી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિત ઘણાં મોટાં નામ છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 30 મહિલા છે. આમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના 8 લોકો પણ છે. 9 સેલિબ્રિટી છે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે.

Next Story