Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર : પુંછમાં પેટ્રોલિંગ પર નીકળેલા સેનાના 2 જવાનો નદીમાં પૂર આવતા તણાયા, બચાવની કામગીરી હાથ ધરાઇ

જમ્મુ કાશ્મીર : પુંછમાં પેટ્રોલિંગ પર નીકળેલા સેનાના 2 જવાનો નદીમાં પૂર આવતા તણાયા, બચાવની કામગીરી હાથ ધરાઇ
X

ભારતીય સેનાના નાયબ સુબેદાર કુલદીપ સિંહ જમ્મુ અને કાશ્મીરમાં પુંછના દૂર્ગમ વિસ્તારમાં એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ દરમિયાન નદી પાર કરતી વખતે અચાનક પૂરમાં તણાઈ ગયા હતા.

જમ્મુમાં સંરક્ષણ વિભાગના પીઆરઓએ જણાવ્યું કે, પુંછમાં પોશાના નદીમાં સેનાના બે જવાનો તણાઈ ગયા છે. ભારતીય સૈન્યના બે જવાનોને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે જેઓ અચાનક પૂરમાં વહી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પૂંચ જિલ્લામાં પોશાના નદીના પૂરમાં ભારતીય સેનાના બંને જવાનોના ડૂબી જવાની આશંકા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, બંને સૈનિકો સુરનકોટ વિસ્તારમાં પોશાના ખાતે ડોગરા નાળાને પાર કરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં તેઓ તણાઈ ગયા હતા. તણાઈ ગયેલા જવાનોને શોધવા માટે સેના, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) દ્વારા સંયુક્ત પ્રયાસો ચાલુ છે. જો કે હજુ સુધી બંને જવાનોનો પત્તો નથી લાગ્યો. પોલીસે જિલ્લાના વિવિધ ભાગોના લોકોને ગુરુવારે રાતથી અવિરત વરસાદ પછી વહેતી નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

Next Story