Connect Gujarat
દેશ

પંજાબ : ચંદીગઢ "MMS લીક" કાંડના તાર "ગુજરાત" સાથે જોડાયા, તપાસનો ધમધમાટ શરૂ...

પંજાબના ચંદીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.

પંજાબ : ચંદીગઢ MMS લીક કાંડના તાર ગુજરાત સાથે જોડાયા, તપાસનો ધમધમાટ શરૂ...
X

પંજાબના ચંદીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.

જોકે, સોમવારે મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના એમએમએસ કાંડમાં ધરપકડ કરાયેલા વિદ્યાર્થીની અને બે યુવકને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ત્રણેયને 7 દિવસની પોલીસ રિમાન્ડ માં મોકલ્યા છે. SIT રિમાન્ડ બાદથી જ આ મામલે તપાસમાં લાગી ગઈ છે અને સોમવારે સાંજથી આરોપીઓની પૂછપરછ ચાલુ છે. SIT સાથે જોડાયેલા એક DSP એ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે પૂછપરછ કરી. હવે આ મામલાના તાર મુંબઈ અને ગુજરાત સાથે પણ જોડાઈ રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓને મોબાઈલ ફોન પર ગુજરાત અને મુંબઈથી પણ ફોન આવ્યા છે. તેમનું તેની સાથે શું કનેક્શન છે તે અંગે SIT ટીમ પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ મામલે એક અન્ય વ્યક્તિ પણ છે. જે યુવતીને બ્લેકમેલ કરી રહ્યો હતો. તેની ધરપકડ થવાની બાકી છે. તેને પકડવા માટે ટીમ નીકળી ચૂકી છે. આરોપી વિદ્યાર્થી તેના બોયફ્રેન્ડ સન્નીને જે વીડિયો મોકલતી હતી, તે વીડિયોને સન્ની એક ડિવાઈસમાં સ્ટોર કરતો હતો. સન્ની પાસેથી તે ડિવાઈસ રિકવર કરી લેવાયું છે, અને તેને ફોરેન્સિક તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે.

Next Story