રાહુલ ગાંધીએ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વક્તવ્ય આપ્યુ,ફોનની જાસૂસી થતી હોવાનો લગાવ્યો આરોપ

New Update
રાહુલ ગાંધીએ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વક્તવ્ય આપ્યુ,ફોનની જાસૂસી થતી હોવાનો લગાવ્યો આરોપ
Advertisment

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્પીચ આપી. આ દરમિયાન તેમણે ભારતમાં વિપક્ષી પાર્ટી અને નેતાઓની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો, જેનો વીડિયો લિંક સેમ પિત્રોદાએ શેર કર્યો છે.વીડિયોમાં રાહુલ કહી રહ્યા છે કે ‘મારા ફોનની જાસૂસી થાય છે’. વિપક્ષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે. ભારતમાં વિપક્ષી નેતા તરીકેનું દબાણ છે, જે સતત સહન કરવું પડે છે. મોટા ભાગે રાજનૈતિક નેતાઓના ફોનમાં પેગાસસ છે.

Advertisment

મારા ફોનમાં પણ પેગાસસ હતું. મને ઇન્ટેલિજન્સ ઓફિસરોએ બોલાવીને કહ્યું હતું કે તમે જ્યારે ફોન પર જેકંઈ પણ કહો એમાં ખૂબ જ સાચવશો, કેમ કે અમે એને રેકોર્ડ કરી રહ્યા છીએ. આ એક એવું દબાણ છે, જેનો અમે સતત અનુભવ કરીએ છીએ. વિપક્ષ સામે કેસ દાખલ કરવામાં આવે છે. મારી સામે ઘણા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ આ કેસ એવી બાબતો માટે કરાયા હતા, જે ગુનાહિત ન હતા. દેશમાં મીડિયા અને લોકશાહી માળખા પર આવા પ્રહાર થઈ રહ્યા છે ત્યારે વિપક્ષ તરીકે તમારા માટે લોકો સાથે વાત કરવી મુશ્કેલ બની જાય છે.

Latest Stories