રાજસ્થાન: જયપુરમાં કોંગ્રેસનો મહાકાર્યક્રમ,રાહુલ ગાંધીએ કહ્યું હું હિન્દુ છું,હિંદુત્વવાદી નથી

હું હિંદુ છું પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને નથૂરામ ગોડસે હિંદુત્વવાદી હતા

New Update
રાજસ્થાન: જયપુરમાં કોંગ્રેસનો મહાકાર્યક્રમ,રાહુલ ગાંધીએ કહ્યું હું હિન્દુ છું,હિંદુત્વવાદી નથી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે જયપુરમાં કોંગ્રેસની રાષ્ટ્રીય રેલીમાં મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે સમગ્ર દેશ ચાર-પાંચ ઉદ્યોગોના હાથમાં છે. દરેક સંસ્થા એક સંગઠનના હાથમાં છે. મંત્રીઓની ઓફિસમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના ઓએસડી બેઠાં છે. દેશને જનતા નથી ચલાવી રહી, ત્રણ-ચાર ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યાં છે અને આપણાં વડાપ્રધાન તેમના કામ કરી રહ્યાં છે. રેલીમાં સોનિયા ગાંધી પણ સામેલ થયા, પરંતુ તેઓએ ભાષણ આપ્યું ન હતું.રાહુલ ગાંધીએ કહ્યું કે બે શબ્દોનો એક અર્થ નથી હોતો. દરેક શબ્દનો અલગ અર્થ હોય છે. દેશની રાજનીતિમાં આજે બે શબ્દોનનો અર્થ અલગ છે. એક શબ્દ હિંદુ બીજો શબ્દ હિંદુત્વવાદી. આ એક વસ્તુ નથી, આ બે શબ્દો અલગ અલગ છે જેનો અર્થ એકદમ જુદો જ છે.

હું હિંદુ છું પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને નથૂરામ ગોડસે હિંદુત્વવાદી હતા.તેઓએ કહ્યું કે હિંદુ અને હિંદુત્વવાદીમાં ફર્ક હોય છે. હિંદુ સત્યને શોધે છે. મરી જાય, કપાય જાય તેમ છતાં હિંદુ સત્યને શોધે છે. તેનો રસ્તો સત્યનો જ રહે છે. આખું જીવન તે હંમેશા સત્યને શોધવામાં કાઢી નાખે છે. જ્યારે હિંદુત્વવાદી આખું જીવન સત્તાને શોધવામાં અને સત્તા મેળવવામાં કાઢી નાખે છે. તે સત્તા માટે કોઈને પણ મારી નાખે છે. હિંદુનો રસ્તો સત્યાગ્રહનો હોય છે અને હિંદુત્વવાદીનો રસ્તો સત્તાગ્રહી હોય છે.રાહુલે કહ્યું- દેશની સરકાર કહે છે કે કોઈ કિસાન શહીદ જ નથી થયા. મેં પંજાબથી, હરિયાણાથી નામ ગણાવ્યા, આ યાદી સંસદમાં પણ આપી છે. તેઓને કહ્યું કે પંજાબની સરકારે કમ્પેનસેશનમાં આપ્યું,

તમે પણ આપો. તેઓએ નથી હજુ સુધી નથી આપ્યું. રાહુલે કહ્યું કે તમે હિંદુ છો, હિંદુત્વવાદી નથી. આ દેશ હિંદુઓનો દેશ છે, હિંદુત્વવાદીઓનો નહીં. આજે દેશમાં દર્દ છે, મોંઘવારી છે. હિંદુત્વવાદીઓને કોઈ પણ રીતે સત્તા જોઈએ છે. રાહુલે કહ્યું કે 700 ખેડૂતો શહીદ થયા, અહીં અમે બે મિનિટ મૌન રાખ્યું, સંસદમાં મૌન પણ રાખવા ન દીધું. અમે ઊભા થયા મૌન ન રાખ્યું. ચન્નીજીને પૂછો, ચારસો કિસાનોને પંજાબની સરકારે 5 લાખ રૂપિયા આપ્યા છે. તેમાંથી 152ને રોજગારી આપી છે, બાકીના લોકોને આપવા જઈ રહ્યાં છીએ. નરેન્દ્ર મોદીએ પાછળથી હુમલો કર્યો છે. તેઓ હિંદુત્વવાદી છે તેથી પાછળ છરો માર્યો છે. હિંદુ આગળથી મારે છે, પાછળથી વાર નથી કરતા, ધમકાવે છે પરંતુ હું ડરતો નથી. મને સત્તા મળે કે ન મળે હું સત્યનો સાથ હંમેશા આપતો રહીશ.

Latest Stories