/connect-gujarat/media/post_banners/fb44413d053382ab80f94d23861d0b024b7912b187b51c87e10c0158ec1b38e2.jpg)
ગત રવિવારે અસારવા-ઉદેપુર ટ્રેન રદ કરવામાં આવી હતી. ઉદેપુર તરફ ગયેલી ટ્રેન રાજસ્થાનના ડુંગરપુર નજીક જાવર-ખારવાચાંદ પાસે બ્રીજ પર બ્લાસ્ટ થવાના કારણે રેલવેના પાટાને નુકશાન થવાથી ટ્રેન ડુંગરપુરથી પરત અસારવા રાત્રે આવી પહોચી હતી.
13 દિવસ પહેલા અસારવાથી ઉદેપુર ટ્રેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો હતો. જેને લઈને અમદાવાદથી ઉદેપુર મુસાફરો માટે આશીર્વાદરૂપ બની હતી. આ દમિયાન ગત રવિવારે રાજસ્થાનના ડુંગરપુર નજીક અજાણ્યા શખ્સોએ ખારવા ચાંદ અને જાવર રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ બ્રીજ પર રાત્રી દરમિયાન બ્લાસ્ટ કરી રેલ્વેના પાટાને નુકશાન પહોચાડ્યું હતું. બનાવના પગલે જાવર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં વહેલી સવારે અસારવાથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર નજીક બપોરે 12 વાગે અટકાવી દેવામાં આવી હતી, અને મુસાફરોને બસ મારફતે રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ મામલે જાવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે, અને સમગ્ર તપાસ રાજસ્થાન એટીએસને સોપવામાં આવી છે.