Connect Gujarat
દેશ

રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા, પેપર લીક કેસમાં સંડોવણીના આરોપ.....

રાજયમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા પાડવામાં આવ્યા છે.

રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા, પેપર લીક કેસમાં સંડોવણીના આરોપ.....
X

રાજયમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પેપર લીક કેશમાં સંડોવણીના આરોપ હેઠળ તેમના પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ ઈડી એ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હૂડલાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. હૂડલાએ ગેહલોત સરકારને બચાવવામાં મદદ કરી હતી. તાજેતરમાં જ કોંગ્રેસે તેમને મહુવાથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, તેથી એ અટકળો લગાવવામાં આવી રહી છે કે તે કોંગ્રેસમાં જોડાવાની સાથે જ ED ના નિશાના પર આવી ગયા છે. ઇડીએ રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ નેતા ગોવિંદ સિહના જયપુર અને સિકરના ઘરે EDએ દરોડા પડ્યા હતા. રાજ્યમાં 7 સ્થળો પર કાર્યવાહીની પણ માહિતી મળી રહી છે. રાજસ્થાન પોલીસની FIR ના આધારે EDએ ભૂપેન્દ્ર સરન અને અન્ય લોકો સામે પણ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDની તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્ર સરને અન્ય આરોપીઓ સાથે મળીને શિક્ષક ગ્રેડ II સ્પર્ધાત્મક પરીક્ષા 2022નું જનરલ નોલેજ પેપર લીક કર્યું હતું.

Next Story