Connect Gujarat
દેશ

રાજીવ ગાંધી હત્યા કેસ: તમામ 6 દોષીતોને કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો..

રાજીવ ગાંધી અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં

રાજીવ ગાંધી હત્યા કેસ: તમામ 6 દોષીતોને કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો..
X

રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 દોષિતને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમાં નલિની અને આરોપી રવિચંદ્રનનો સમાવેશ થાય છે. આ તમામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

18 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, બાકીના દોષિતોએ પણ આ જ આદેશને ટાંકીને કોર્ટ પાસેથી મુક્તિની માગ કરી હતી. નલિની અને રવિચંદ્રન બંનેએ 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યાં છે.

નલિનીની રાજીવ ગાંધીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તે ગર્ભવતી હતી. તેની પ્રેગ્નન્સીના 2 મહિના થયા હતા. ત્યારે સોનિયા ગાંધીએ નલિનીને માફ કરી હતી. રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન ધનુ નામના આત્મઘાતી હુમલાખોર દ્વારા હત્યા કરવામાં આવી હતી. હુમલાખોર મહિલા આતંકવાદી ધનુ (તેનમોજી રાજરત્નમ)એ રાજીવ ગાંધીને ફૂલનો હાર પહેરાવ્યા બાદ તેમના પગને સ્પર્શ કર્યો અને નીચે ઝૂકીને કમર પર બાંધેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કર્યો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘણા લોકોના ટુકડા થઈ ગયા હતા. રાજીવ ગાંધી અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Next Story