જમ્મુ કશ્મીરમાં રાજનાથસિંહ વિરોધીઓ પર વરસ્યા, કહ્યું નેશનલ કોન્ફરન્સને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ

Featured | દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ 6 સપ્ટેમ્બરે કહ્યું હતું કે 2001ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ પૂરો થયો નથી

New Update
rajnath1

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં પહોંચેલા રાજનાથ સિંહે ઓમર અબ્દુલ્લા પર પલટવાર કર્યો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ 6 સપ્ટેમ્બરે કહ્યું હતું કે 2001ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ પૂરો થયો નથી. તેના જવાબમાં કેન્દ્રીય રક્ષામંત્રીએ કહ્યું- નેશનલ કોન્ફરન્સને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. 
હું તેમને પૂછવા માગુ છું કે શું અફઝલ ગુરુને હાર પહેરાવવો જોઈએ?રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે (8 સપ્ટેમ્બર) કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ, અમે તેમને પોતાના ગણીએ છીએ.જમ્મુ-કાશ્મીરના રામબનમાં રાજનાથે આ વાત કહી. તેઓ અહીં ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે વોટ માંગવા આવ્યા હતા. તેઓ બનિહાલ પણ જશે. અહીં ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટ માટે મત માગશે.
Latest Stories