Rape With Murder: દિલ્હીના નેહરૂ વિહારમાં નવ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર

બાળકીના પિતા હોસ્પિટલ બાળકીને લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યુ કે બાળકી સાથે પહેલા દુષ્કર્મ થયુ પછી તેની હત્યા થઇ

New Update
Delhi Rape With Murder

દિલ્હીના નેહરૂ વિહારમાં એક નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા થઇ હતી જેવા સમાચાર મળતા જ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને આકરામાં આકરી સજા મળે તેવી લોકોની ઇચ્છા છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પોલીસે આરોપીની ઓળખ પડોશમાં રહેતા નૌશાદ તરીકે કરી છે. આરોપીની ધરપકડ કરવા માટે 7 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમ દિલ્હી સિવાય અલીગઢ, મેરઠ અને ગાઝીયાબાદમાં શોધખોળ કરી રહ્યા છે. પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને બેરીકેડ લગાવી દીધા છે. મોટી સંખ્યામાં પેરામિલિટ્રી ફોર્સ ખડકી દેવામાં આવ્યો છે..

પોલીસના જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે નહેરૂ વિહારમાં એક બાળકીનો મૃતદેહ સૂટકેસમાં ભરેલો મળ્યો હતો. સૂચના બાળકીના પિતાએ આપી હતી. બાળકીનો મૃતદેહ પડાશીના બંધ ફ્લેટની અંદર સુટકેસમાં મળ્યો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બાળકીના પિતા હોસ્પિટલ બાળકીને લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યુ કે બાળકી સાથે પહેલા દુષ્કર્મ થયુ પછી તેની હત્યા થઇ હતી.

Latest Stories