/connect-gujarat/media/media_files/2025/06/28/parag-jain-ips-2025-06-28-18-34-41.jpg)
ભારતીય રિસર્ચ એનાલિસિસ વિંગ (રો)ના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવ્યા છે. પરાગ જૈન પંજાબ કેડરના1989બેચનાIPS ઓફિસર છે. રો ચીફ તરીકે તેમનો કાર્યકાળ બે વર્ષનો હશે. તે રવિ સિન્હાની જગ્યા લેશે, જેનો કાર્યકાળ30જૂને પૂરો થઈ રહ્યો છે. પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે પાકિસ્તાનના મામલે નિષ્ણાંત માનવામાં આવે છે.
એવિએશન રિસર્ચ સેન્ટરે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળો સામે ગુપ્ત જાણકારી એકઠી કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. જૈન પહેલા ચંડીગઢના એસએસપી રહી ચુક્યા છે અને કેનેડા તેમજ શ્રીલંકામાં પણ ભારતીય પ્રતિનિધિના રૂપે પણ સેવાઓ આપી ચુક્યા છે. પરાગ જૈનને જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમણે સંઘર્ષગ્રસ્ત કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદ વિરોધી વ્યૂહનીતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે.સોમવારે તારીખ30જૂનના રોજ તેઓએ પોતાનું પદ સંભાળશે.