ભારતીય રિઝર્વ બેંક RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ હતી. રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ બેઠક 4-6 ઓક્ટોબરે યોજાઈ હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી, નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
આ સમયગાળા દરમિયાન આરબીઆઈ ગવર્નરે GDP અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ ગવર્નરે બેંકો અને NBFCને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવાની સલાહ આપી હતી. તેમણે બેંકોને લોન આપવા માટે તેમના વધારાના ભંડોળનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, અગાઉ આરબીઆઈની એપ્રિલ, જુન અને ઓગસ્ટમાં યોજાયેલ બેઠકમાં પણ રેપો રેટ 6.5 ટકા યથાવત્ રખાયો હતો.