/connect-gujarat/media/media_files/2025/02/25/oggKlZpbhDL0knPyT0fG.jpg)
ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેન્કોને 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને સ્વતંત્ર રીતે બચત/ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ બેન્કે સગીરોના ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને સંચાલન પર સંશોધિત નિર્દેશ જાહેર કર્યા છે.
વાણિજ્યિક બેન્કો અને સહકારી બેન્કોને જાહેર કરાયેલા પરિપત્રમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે કોઈપણ ઉંમરના સગીરોને તેમના નેચરલ અને કાયદાકીય અભિભાવકના માધ્યમથી બચત અને મુદત થાપણ એકાઉન્ટ ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. તેમને તેમની માતાને વાલીના રૂપમાં રાખીને આવા ખાતા ખોલવાની મંજૂરી પણ મળી શકે છે.
આરબીઆઇએ આપેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે "ઓછામાં ઓછી દસ વર્ષની ઉંમરની સીમા અને તેનાથી ઉપરની વય ધરાવતા સગીરને તેમની ઇચ્છા પર સ્વતંત્ર રીતે બચત/મુદત થાપણ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. આમાં બેન્કો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને રકમ અને શરતો નક્કી કરી શકે છે. આ સંદર્ભમાં જે પણ નિયમો અને શરતો નક્કી કરવામાં આવશે ખાતાધારકને તેની જાણ કરવામાં આવશે.