રશિયાની કેન્સરની રસીની કિંમત રૂ.2.5 લાખ, રશિયન નાગરિકોને વિનામુલ્યે મળશે !

રશિયાની કેન્સરની રસીની જાહેરાત બાદ વિશ્વભરના કેન્સરના દર્દીઓમાં આશા જાગી છે. રશિયન હેલ્થ મિનિસ્ટ્રીના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આંદ્રે કેપ્રિન

New Update
vacsin

vacsin Photograph: (vacsin)

રશિયાની કેન્સરની રસીની જાહેરાત બાદ વિશ્વભરના કેન્સરના દર્દીઓમાં આશા જાગી છે. રશિયન હેલ્થ મિનિસ્ટ્રીના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આંદ્રે કેપ્રિનના જણાવ્યા અનુસાર, આ રશિયન કેન્સરની રસી વિવિધ પ્રકારના દર્દીઓ માટે અલગ-અલગ રીતે બનાવવામાં આવશે.આ ફીચરને કારણે તેની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હશે. રશિયન નાગરિકોને આ રસી મફતમાં મળશે.

જો કે, બાકીના વિશ્વમાં આ રસી ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કાપ્રિને કોઈ માહિતી આપી નથી.કાપ્રિને કહ્યું કે આ રસી પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સમાં અસરકારક સાબિત થઈ છે. આ ગાંઠના વિકાસને ધીમું પાડે છે અને 80% સુધીનો ઘટાડો દર્શાવે છે. આ રસી દર્દીઓના ગાંઠ કોષોના ડેટાના આધારે એક વિશેષ પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવી છે.રશિયાની ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સીના વડા વેરોનિકા સ્વોરોત્સ્કોવાએ મેલાનોમા (ત્વચાના કેન્સર) સામે રસી કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું છે. સૌ પ્રથમ, કેન્સરના દર્દી પાસેથી કેન્સરના કોષોના નમૂના લેવામાં આવે છે.

Latest Stories