સમાજવાદી પાર્ટીના સાંસદ ડો.શફીકર રહેમાન બર્કનું નિધન, 5 વખત સાંસદ રહ્યા

તેઓ 94 વર્ષના હતા. લગભગ 20 દિવસ પહેલા કિડનીમાં ઈન્ફેક્શન વધી જતાં તેમને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સમાજવાદી પાર્ટીના સાંસદ ડો.શફીકર રહેમાન બર્કનું નિધન, 5 વખત સાંસદ રહ્યા
New Update

સપાના સાંસદ ડૉ. શફીકર રહેમાન બર્કનું મંગળવારે નિધન થયું. તેઓ 94 વર્ષના હતા. લગભગ 20 દિવસ પહેલા કિડનીમાં ઈન્ફેક્શન વધી જતાં તેમને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છ દિવસ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમને મળવા મુરાદાબાદ પહોંચ્યા હતા.તેમનો જન્મ 11 જુલાઈ 1930ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં થયો હતો. તેમની રાજકીય સફર 1974માં શરૂ થઈ હતી. ડૉ.બર્ક સંસદમાં સૌથી વૃદ્ધ સાંસદ હતા. તેઓ યુપીમાં એક મોટા મુસ્લિમ નેતા તરીકે જાણીતા હતા. તેઓ 5 વખત સાંસદ અને 4 વખત ધારાસભ્ય રહ્યા હતા.

30 જાન્યુઆરીએ સપાએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ડો.બર્કે પણ 16 ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું હતું. તેમની 57 વર્ષની રાજકીય સફરમાં તેઓ હંમેશા તેમના આક્રમક નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હતા.

#CGNews #India #died #MP #Samajwadi Party #Dr. Shafiqar Rahman Barq
Here are a few more articles:
Read the Next Article