Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને કર્યા ઠાર
X

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યાછે. હાલ જંગલોમાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે અને હવે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

શોપિયાંના અલશીપોરામાં આજે વહેલી સવારે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે 'સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.' હવે આ બંને આતંકવાદીઓની ઓળખ પણ થઈ ગઈ છે. આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.

Next Story